An IIPM Initiative
સોમવાર, મે 2, 2016
 

મુશ્કેલીઓના વંટોળમાં ઘેરાયેલું સ્ટીલ સેક્ટર

જૂન 3, 2012 09:59

૨૦૧૧નું વર્ષ ભારતીય ઉદ્યોગો માટે ખરાબ રહ્યું હતું પરંતુ સ્ટીલ ઉદ્યોગ માટે તે અત્યંત અગ્નિપરીક્ષા સમાન સાબિત થયું હતું

ઓટો-કમ્પોનન્ટ ઉદ્યોગ માટે નિર્ણાયક સમય

મે 3, 2012 12:45

નવી દિલ્હીથી લગભગ ૩૮ કિલોમીટર દૂર દિલ્હી-જયપુર હાઈવે પર સ્થિત સોના કોયો સ્ટીયરિંગ સિસ્ટમ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખાતે દરરોજ કરતાં કંઈક નવી ચહલપહલ જોવા મળે છે.

મંઝિલ અભી દૂર હૈ...

એપ્રિલ 20, 2012 15:12

દેશમાં જે રીતે બિઝનેસનું વાતાવરણ વધી રહ્યું છે, બુનિયાદી સુવિધાઓ માટે લોકોની જાગૃતિ વધી છે અને વિદેશમાંથી પ્રવાસીઓનો પ્રવાહ જે પ્રમાણમાં વધી રહ્યો છે, તે જોતાં આપણને એમ લાગે કે ભારત સમગ્ર વિશ્વમાં એક મોટા પ્રવાસન હબ તરીકે વિકસી રહ્યું છે

રિટેલ ક્ષેત્રે એફડીઆઈ કેટલી જરૂરી?

ડીસેમ્બર 24, 2011 12:43

રિટેલમાં એફડીઆઈ નીતિ અંગે ઉતાર-ચઢાવ કેન્દ્રની કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ-૨ સરકાર માટે મોટી વિમાસણ સર્જી રહ્યા છે. હજુ થોડા જ દિવસો પહેલાં સરકારે જાહેર કર્યું હતું કે તે મલ્ટી-બ્રાન્ડમાં ૫૧ ટકા અને સિંગલ બ્રાન્ડમાં ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને મંજૂરી આપે છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ સરકારના આ દાવા પર એમ કહીને ઠંડુ પાણી રેડી દીધું કે જ્યાં સુધી આ મુદ્દે સર્વસંમતિ ન સધાય ત્યાં સુધી આ નીતિ પર રોક લગાવવી જોઈએ. સરકાર એફડીઆઈના મુદ્દે પીછેહઠ કરી રહી હોય તેમ લાગે છે ત્યારે ભારતીય કોર્પોરેટ જગતે પોતાની નબળાઈ છતી કરવા બદલ સરકાર પર માછલાં ધોવાનું શરૂ કર્યું છે. મોટાભાગની કોર્પોરેટ હસ્તીઓએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે રિટેલમાં એફડીઆઈ નીતિના મુદ્દે પીછેહઠ એ સૌથી કમનસીબ બાબત કહેવાશે. જોકે તેમણે એ મુદ્દે સહમતી પણ દર્શાવી હતી કે સરકારે નીતિ જા

છે કોઈ બીજો વિકલ્પ?

નવેમ્બર 5, 2011 11:12

દેશની ૫૦ ટકા કરતાં વધુ વીજળીની માંગ કોલસા દ્વારા પૂરી થઈ રહી છે ત્યારે ભારત હજુ પણ તેના ઉત્પાદન અને પુરવઠાના મુદ્દે સંઘર્ષ કરી રહ્યું છે. દર વર્ષે આયોજન પંચ કોલસાના ઉત્પાદનનો અંદાજિત લક્ષ્યાંક રજૂ કરે છે અને રસપ્રદ રીતે દર વર્ષે આ આંકડો નોંધપાત્ર રીતે ઘટે છે. છેલ્લે મળેલા આંકડા સુધારેલા અંદાજોની નજીક પણ જણાતા નથી. આટલું ઓછું હોય તેમ આ કાળું સોનું હજુ વધારે મોંઘુ થાય તેમ છે અને તેની અસરો તમામ ક્ષેત્રો પર જોવા મળશે. કારણ સરળ છે. ઉત્પાદન લક્ષ્યાંકોમાં ખાધનું જોખમ, ક્ષેત્રમાં સૂચિત પગાર વધારો અને વા૆શ્ડ કોલનો વધેલો હિસ્સો કોલસાની કિંમતોમાં વધારા માટે નિમિત્ત બની શકે છે અને તેનાથી ઊર્જા કંપનીઓને નુકસાન થઈ શકે છે.

તમે આ વર્ષે કાર ખરીદી રહ્યા છો?

ઓગસ્ત 12, 2011 15:16

છેવટે સડસડાટ દોડતી ગાડીને હવે બ્રેક લાગી છે. હજુ થોડા સમય પહેલાં જ ભારતમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ પૂરપાટ ગતિએ આગળ વધી રહ્યો હતો અને આ રફ્તારથી સૌ કોઈ ખુશ હતા. કારનું વેચાણ તેજ ગતિએ વધી રહ્યું હતું અને નાણાંકીય વર્ષ ૨૦૧૦-૧૧માં તો તેણે ૨૬.૧૭ ટકાનો જંગી વૃદ્ધિ દર નોંધાવ્યો હતો. નવી પ્રોડક્ટ્સના લોન્ચિંગ અને ગ્રામીણ વિસ્તારોમાં વૃદ્ધિથી તેજીને વેગ મળ્યો હતો અને ઓટોમોબાઈલ કંપનીઓ બ્રાઝિલને ઓવરટેક કરવાની મહત્ત્વાકાંક્ષા સેવવા લાગી હતી. એટલું જ નહીં, આવતા વર્ષ સુધીમાં ભારતને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બનાવવાની વાતો થવા લાગી હતી.

સ્વદેશી વિ. વિદેશી કંપનીઓનો મુકાબલો

જુલાઈ 15, 2011 11:27

ગોદરેજ અને ડાબર જેવી કેટલીક ભારતીય એફએમસીજી કંપનીઓ વર્ષોથી આ ક્ષેત્રમાં છે પરંતુ પરંપરાગત રીતે તેઓ શુદ્ધ મહત્ત્વાકાંક્ષાઓ ધરાવતી કંપનીઓ રહી છે. પરંતુ ખરી ઉથલપાથલ તો ઉદારીકરણના યુગ પછી થઈ જ્યારે નેસ્લે, હિન્દુસ્તાન યુનિલીવર, પીએન્ડજી અને રેકિટ બેન્કિસર જેવી વિદેશી કંપનીઓ ભારતીય કંપનીઓને પાછળ રાખવા લાગી.

ભારત ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ હબ બની શકશે?

જૂન 17, 2011 11:22

ઈલેક્ટ્રોનિક નિકેતન (આઈટી અને ટેલિકોમપ્રધાન કચેરી)માં આજકાલ એક નવી જોક ચાલી રહી છે કે ટેલિકોમ ઈક્વિપમેન્ટનું આયાત બિલ ટૂંક સમયમાં જ પેટ્રોલ બિલને વટાવી જશે. ભારતીય ટેલિકોમ ઉદ્યોગે છેલ્લા એક દાયકામાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે પરંતુ ઉત્પાદનના ક્ષેત્રે તે દુઃખદ રીતે નિષ્ફળ ગયો છે.

બેન્કેશ્યોરન્સઃભારતીય કંપનીઓ ક્યારે સમજશે?

મે 31, 2011 09:49

અબજો ડોલરનો ધંધો

એપ્રિલ 21, 2011 12:25

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) વિશ્વનું સૌથી શ્રીમંત ક્રિકેટ બોર્ડ છે. આંકડાઓ પરથી એવું બહાર આવ્યું છે કે આઈસીસી દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે તેના ૭૦ ટકા ખર્ચ માત્ર બીસીસીઆઈ એકલું ઉપાડે છે.

હિરોની મુશ્કેલી બજાજમાટે સોનેરી તક

એપ્રિલ 4, 2011 14:36

મુંજાલ પરિવારે હિરો હોન્ડામાં ૨૬ ટકા હિસ્સો ખરીદવાની અને સંયુક્ત સાહસમાંથી હોન્ડાએ ખસી જવાની જાહેરાત કરતાં જ હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર્સ ઈન્ડિયા (એચએમએસઆઈ) ચર્ચામાં આવી હતી.

સોનાને ઝાંખું પાડતી ચાંદીની ચમક

એપ્રિલ 3, 2011 13:03

જે ચળકે એ બધું સોનું એવી આપણે ત્યાં કહેવત છે. આજે સોનાની કિંમતો પર નજર કરો તો આ કહેવત અક્ષરશઃ સાચી ઠરે છે.

સંરક્ષણ ક્ષેત્રે વધુ એફડીઆઈની તાતી જરૂર

ફેબ્રુઆરી 20, 2011 15:26

આપણા દેશની આને કરૂણતા જ કહો કે તેના કુલ લશ્કરી ઉપકરણોના લગભગ ૭૦ ટકાની આયાત કરવા માટે આપણે દર વર્ષે અબજો ડોલર ખર્ચવા પડે છે છતાં ભારત સરકાર આ મામલે ઉદાસીન જ જણાય છે

હવે રાંધણ ગેસના ભાવ વધારા માટે તૈયાર થઈ જાઓ...

ફેબ્રુઆરી 6, 2011 13:23

એ દિવસો ગયા જ્યારે વિનિતા શર્માની થાળીમાં નિયમિતપણે ડુંગળીનું સ્થાન રહેતું હતું. હવે નાસ્તામાં થોડાક ઈંડાથી જ ચલાવવું પડે છે, ઘરના લોકો માટે કઠોળ એ મુખ્ય આહાર રહ્યો નથી અને બાળકોએ ફરવાના સ્થળોએ નવા વર્ષની ભવ્ય ઊજવણી કરવાના બદલે ઘરમાં બેસીને જ શિયાળુ વેકેશન મનાવવું પડ્યું છે.

ડેસ્કટોપ કમ્પ્યૂટરનો મૃત્યુઘંટ?

જાન્યુઆરી 23, 2011 17:06

એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી તેના માત્ર છ વર્ષ પછી ૧૮૮૨માં કોલકાતાને ભારતનું સૌપ્રથમ ટેલિફોન જોડાણ મળ્યું હતું

અંક તારીખ: જૂન 10, 2012

फोटो
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને