An IIPM Initiative
ગુરુવાર, મે 5, 2016
 

અમેરિકાએ વિઝા નિયમો હળવા બનાવ્યા

માર્ચ 23, 2012 11:22

નવી દિલ્હી: અમેરિકાના વિઝા મેળવવા માંગતા લોકો માટે એક સારા સમાચાર છે. અમેરિકાએ જાહેરાત કરી છે કે ચાર વર્ષમાં કાયદેસર કે એક્સપાયર વિઝાને રીન્યુ કરાવી રહેલા ભારતીયોને પર્સનલ ઈન્ટરવ્યુંમાંથી મુક્તિ મળી શકે છે

ચીને ફરીથી ભારત સામે શક્તિ પ્રદર્શન કર્યું

માર્ચ 23, 2012 11:20

બેઇજીંગ: ચીને ફરી એક વખત ભારતની સીમા પર પોતાના મલીન ઈરાદા જાહેર કાર્ય છે. ભારત સાથે જોડાયેલી વિવાદાસ્પદ સીમા નજીક કીન્ઘાઈ-તિબ્બતના પઠારમાં ચીને મલ્ટી રોલ જે-૧૦ યુદ્ધ વિમાનોનો પહેલી વખત અભ્યાસ કર્યો છે

અખિલેશના ગામમાં હવે ૨૪ કલાક વીજળી!

માર્ચ 23, 2012 11:18

લખનઉં: સમાજવાદી પક્ષે ઉત્તર પ્રદેશમાં સત્તા પર આવતા જ ઇટાવા

જનરલ, સ્લીપર અને થર્ડ એસીના ભાડા નહિ વધે

માર્ચ 23, 2012 11:16

નવી દિલ્હી: છેવટે મમતા બેનરજીની જીદ સામે કેન્દ્ર સરકારે ઝુકી જવું પડ્યું છે. મમતાના વિશ્વાસુ અને સરકારમાં જોડાયેલા નવા રેલવેપ્રધાન મુકુલ રોયે લોકસભામાં રેલ્વે બજેટ પર ચર્ચા દરમિયાન લોકલ

ટુજી કરતાં પણ મોટું કોલસા કૌભાંડ

માર્ચ 23, 2012 11:13

નવી દિલ્હી: ટુજી સ્પેક્ટ્રમ ગોટાળાનો પર્દાફાશ કર્યાના લગભગ દોઢ વર્ષ પછી કંમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલે (કેગ) વધુ એક કૌભાંડ બહાર લાવતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે

સોનાની ખરીદી પર હવે વેરો લાગશે

ફેબ્રુઆરી 10, 2012 16:20

સોના-ચાંદીની લેવડદેવડમાં થતી ગરબડો પર બ્રેક લગાવવા માટે સરકાર આગામી બજેટમાં આભૂષણોની રોકડ ખરીદી પર ટેક્સ લગાવી શકે છે. સરકારના આ પગલાથી એક તરફ સરકારી આવક વધશે અને મોટી રકમ ચૂકવી સોનું-ચાંદી ખરીદતાં ગ્રાહકોની જાણકારી પણ સરકારને મળશે. નાણાં મંત્રાલય તરફથી બજેટ ૨૦૧૨મા આ પ્રસ્તાવના અમલની શક્યતા છે.

મોદી પણ વડાપ્રધાનપદના ઉમેદવાર: ગડકરી

ફેબ્રુઆરી 10, 2012 16:16

ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૪માં યોજાનારી આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવારો પૈકી એક હોવાનું પક્ષપ્રમુખ નીતિન ગડકરીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું છે

અમદાવાદમાં ૧૧ વર્ષની સૌથી કાતિલ ઠંડી

ફેબ્રુઆરી 10, 2012 16:14

કાશ્મીર ખીણમાં થયેલી હિ‌મવર્ષાને લીધે ઉત્તર દિશાથી શરૂ થયેલા કાતિલ ઠંડા પવનોને પગલે આખું ગુજરાત ઠંડુંગાર બની ગયું હતું.

ભાજપ હવે ચૂંટણીખર્ચ પ્રજા પાસેથી ઉઘરાવશે

ફેબ્રુઆરી 10, 2012 16:12

૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીઓ આડે ગણતરીના મહિના રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપે તેની તજવીજ શરુ કરી દીધી છે. ભાજપે પક્ષનાં તમામ કાર્યો માટે ૧૧મી ફેબ્રુઆરીથી ૬ઠ્ઠી એપ્રિલ સુધી લોકફાળાપેટે આશરે રૂ. પ૦૦ કરોડ ઉઘરાવવાનો નિર્ણય કર્યો છે. તમામ જિલ્લા-મહાનગરોને આશરે રૂ.

અદાણી ગ્રુપ રિયલ એસ્ટેટ બિઝનેસમાંથી બહાર

ફેબ્રુઆરી 10, 2012 16:10

દેશની અગ્રણી પાવર કંપનીઓમાં સ્થાન ધરાવતી અદાણી એન્ટપ્રાઇઝે નિર્ણય લીધો છે કે તે રિઅલ એસ્ટેટ બિઝનેસમાંથી નીકળી જશે. ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળની 45000 કરોડની માર્કેટકેપ ધરાવતી અદાણી એન્ટરપ્રાઇઝે ગુરૂવારે આ જાહેરાત કરી. કંપનીએ જણાવ્યું હતું કે અમારી હોલ્ડિંગ રિયલટીની સબ્સિડીયરી ફર્મ અદાણી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ બહાર નીકળી જશે

બટાકા બાદ ડુંગળી એ પણ ખેડૂતો ને રડાવ્યા

ફેબ્રુઆરી 4, 2012 15:14

વાવણીનાં સમયે ડુંગળીનાં ભાવ સારો હોવાથી સોરઠમાં પ૯૬૦થી પણ વધુ હેકટરમાં ડુંગળીનું વાવેતર થયું હતુ. પણ માલ બજારમાં આવતા ભાવ પાણીમાં બેસી જતા ખેડુતોની હાલત કફોડી થઇ છે. આ વર્ષે ડુંગળીએ ફરી ખેડુતોને રડાવ્યા છે

મુખ્યમંત્રીને મળેલી ભેટ-સોગાદોની હરાજીમાંથી ૨.૦૪ કરોડની આવક થઇ

ફેબ્રુઆરી 4, 2012 15:04

મુખ્યમંત્રીને મળેલી ૧૩૯૯ જેટલી ભેટ-સોગાદોની રૂપિયા ૪૧.૬૦ લાખની નક્કી કરાયેલી ઓફસેટ કિંમતની સામે ૨.૦૪ કરોડની આવક થઈ. મુખ્યમંત્રી ને જાહેર કાર્યક્રમોમાં પ્રાપ્ત થતી ભેટ-સોગાદોની અમદાવાદમાં જાહેર હરાજી યોજાઈ હતી

જબરું કરતબ, ૨કિલોની દૂધીએ ૧૫૦ સીસી બાઈકને ઊંચકી!

ફેબ્રુઆરી 4, 2012 15:01

માત્ર ૨ કિલોની દુધી ૧૫૦ સીસી બાઈકને હવામાં લટકાવી દે એવું દ્રશ્ય તમારી આંખો સમક્ષ ખડું હોય તો આશ્ચય થયા વગર રહે ખરું! મોડાસામાં કસ્બા (ઈન્દીરાનગર)ના દિવાની કમિટીના યુવકોએ ઇદે મિલાદ પૂર્વે શહેરમાં પ્રથમવાર અનોખો કસબ અજમાવ્યો છે.

વિદ્યાર્થીનીઓને પ્રેમસંબંધ બાંધવા મજબુર કરતા શિક્ષકને બરતરફ કરાયો

ફેબ્રુઆરી 4, 2012 14:57

ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરનારી વધુ એક ઘટના બહાર આવી છે. બનાસકાંઠા છેવાડાના વાવ તાલુકામાં આવેલી તીર્થગામ હાઇસ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીનીઓને પ્રેમપત્રો આપ્યા હતા જે વાત આચાર્યના ધ્યાનમાં આવતાં આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી.જેમાં શિક્ષણવિભાગે તપાસ કરતાં શિક્ષક દોષિત જણાતાં શિક્ષકને બરતરફ કરવાનો હુકમ કરાયો હતો. જેને પગલે શિક્ષકને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરાતાં સમગ્ર રાજ્યના શિક્ષણ આલમમાં ચકચાર મચી હતી.

પાદરાના ફાર્માહાઉસમાં પ્રેગ્નન્ટ મહિલાની કરપીણ હત્યા

ફેબ્રુઆરી 4, 2012 14:52

વડોદરા નજીક આવેલા પાદરા તાલુકાના સોખાદાખુર્દ ગામના ફાર્મહાઉસમાં વહેલી સવારે સગર્ભા એન. આર. આઈ. મહિલાની કુહાડીના ઉપરાછાપરી ઘા મારી કરપીણ હત્યા કરી ફાર્મહાઉસનો વોચમેં તેના પરિવાર સાથે ફરાર થઇ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે.

અંક તારીખ: જૂન 10, 2012

फोटो
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને