An IIPM Initiative
સોમવાર, મે 2, 2016
 
 

હ્રદયથી હ્રદય સુધી!

 

કોઈના પણ જીવન માટે જીવનનું દાન મહત્વનું છે પણ દેશમાં હજુ પણ મોટાભાગના લોકો ડેડબોડીનું દાન કરતા નથી. તેના કારણે ભારતમાં અંગોનાં પ્રત્યારોપણમાં હજુ સુધી એવી કોઈ પ્રગતિ સાધી શકાઈ નથી. પણ સરકાર આ અંગે કાયદામાં થોડા સુધારા કરવા માગે છે. કેટલાંક એનજીઓ પણ આ માટે આગળ આવ્યાં છે.
Issue Dated: નવેમ્બર 30, -0001
 

મીતા નામની યુવતી ફોનની રાહ જોઈ રહી છે. તેને એમ લાગે છે કે આ ફોન તેના માટે નવી જિંદગી બની શકે છે. કિડનીની તકલીફોના કારણે ૨૨ વર્ષની માઈક્રોબાયોલોજીની આ વિદ્યાર્થિનીને તેનું હનીમૂન કેન્સલ કરી દેવું પડ્યું છે. તેને રોજ ડાયાલિસીસ કરાવવું પડે છે. તેની બંને કિડીની કામ કરતી નથી. તેને ટ્રાન્સપ્લાન્ટની જરુર છે. મીતાની માતા નિર્મલાદેવી કોઈ ચમત્કારની રાહ જોઈ રહી છે. તે માને છે કે આવો ચમત્કાર થઈ શકે છે. કેમ કે, ૧૫ વર્ષની ગૌરિકાને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે અને તે હવે સરસ રીતે જીવી રહી છે.

પણ દરેક જણ તેની જેમ નસીબદારો હોતું નથી. હમણાં દિવાળીમાં લખનૌના ૬૦ વર્ષના ગોકુલ અગ્રવાલ અવસાન પામ્યા. તેમણે ચેન્નાઈની હોસ્પિટલમાંથી આવનાર લીવરની આઠ મહિના સુધી રાહ જોઈ. તેમનો ભત્રીજો મનીષ કહે છે કે અમે આ ઘટનામાંથી સબક શીખ્યા છીએ.અંગદાન કરવુ ંએ પણ એક પ્રકારનો જન્મ આપવા બરાબર છે. તમે તેનાથી કોઈને નવું જીવન બક્ષો છો. અમને ચાન્સ મળે તો અમારું પરિવાર પણ અંગદજાન કરશે.

અને આવા પણ ચમત્કારો બનતા હોય છે. સીમ ખાન કહે છે,‘મને આ વાતનો આનંદ છે કે મેં એ કામ કરી દેખાડ્યું છે.એઆઈઆઈએમસ ખાતે ત્રણ વર્ષના ઈંતેજાર પછી સીમાના હ્રદયનું આરોપણ થયું છે. હોસ્પિટલના કાર્ડિયોથોરાસીસ એન્ડ વાસ્ક્યુલર સર્જરી ડિપાર્ટમેન્ટના વડા ડો. બલિરામ એરાનને આ ઓપરેશન કરતાં સાત કલાક લાગ્યા હતા. સીમાને ઓપરેશન પછી હવે સારું છે અને તેને એક મહિનાની અંદર હોસ્પિટલમાંથી રજા પણ અપાશે.

૨૦૦૭માં સીમાને કાર્ડિયોમાયોપાથી નામના રોગની જાણકારી આપવામાં આવી હતી. આ રોગમાં હ્રદય માટું થઈ જતુંહોય છે અને તે સરળતાથી લોહીનું પરિભ્રમણ કરી શકતું નથી. છ મહિના પહેલાં સીમાની હાલત વણસી હતી. રોગ તેની પર એ રીતે હાવી થઈ ગયો હતો કે દવાઓ પણ કોઈ કામ કરતી નહોતી. તેના માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અનિવાર્ય બની ગયું હતું. દિલ્હી સ્થિત બિઝનેસમેન અને સીમાના પતિ કેપી ખાન કહે છે, ‘આખરે અમે તેને એઆઈઆઈએમએસમાં ભરતી કરી હતી.

ઘણાં દર્દીઓ રાહ જોતાં નથી અને જિંદગીથી હાથ ધોઈ નાંખતા હોય છે પણ સીમાએ તેના માટે રાહ જોવાનું મુનાસિબ માન્યું. ઘણાંએ તો ડરના માર્યા સર્જરીની પણ ના પાડી તેના કારણે તેમનાં અવસાન થયાં. તેમના બાર વર્ષના પુત્રએ હ્રદયના ઓપરેશન માટે તેમને તૈયાર કર્યાં. તેણે તેમને આવી સર્જરીનો વીડિયો પણ બતાવ્યો. એઆઈઆઈએમએસમાં કોઈપણ સમયે તમે જાવતો આ પ્રકારના પંદર માણસો તો હ્રદયના ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોતા જ હોય છે. દાતાઓના અભાવે અમારે વેઈટીંગ પિરિયડ વધારવો પડે છે. તેના કારણે ઘણાં તો બિચારા તે પહેલાં જ મરી જાય છે. ઘણાં રાહ જોઈજોઈને કંટાળે પછી છેલ્લી ઘડીએ આ દોડમાંથી ખસી જાય છે. આ સર્જરી એકદમ ઓછા ખર્ચે થાય છે પણ આટલી રકમ પણ કોઈને પોસાય તેમ હોતી નથી,’ તેમ ડોકટર કહે છે. આપણા દેશમાં દર વર્ષે થતા ૧.૪ લાખ અકસ્માતોના કારણે થતા મોતને કારણે હ્રદયના ૮૦,૦૦૦ દાતાઓ આવે છે. જો કે, તેમાંથી માત્ર ૧૦૦ જેટલાંનું હ્રદય જ કામમાં આવતું હોય છે. એટલે કે આ દર માત્ર ૦.૩ ટકા જેટલો થયો ગણાય.

દર વર્ષે ભારતમાં દસ લાખ લોકો ઓર્ગન ફેઈલરના કારણે મરણ પામતા હોય છે અને તેમાંથી માંડ ૩૫૦૦ માણસો પર આ ટ્રાન્સપ્લાન્ટ થતું હોય છે. દરરોજ ભારતમાં અંગોના અભાવે દસ માણસો મરી જતા હોય છે. અને દરેક મિનિટે રાહ જોતાં જોતાં એક માણસ મોતને ભેટતો હોય છે. આપણા દેશમાં અંગપ્રત્યારોપણ સત્તર વર્ષ પહેલાં કાયદેસર થયું હતુંપણ હજુ સુધી આ પ્રકારનાં ૧૫૦૦ ઓપરેશન જ આપણા દેશમાં થયાં છે. મોહન ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પલ્લવી કુમાર કહે છે, આપણે ત્યાં આ મામલે જાગૃતિનો અભાવ છે અને દક્ષિણ ભારતમાં હ્રદયને લગતાં ટ્રાન્સપ્લાન્ટ સૌથી વધુ હૈદરાબાદ(૧૧૯૫)માં અને તે પછી તામિલનાડુમાં(૭૪૪)થાય છે. કેડેવર ડોનેશન માટે વેઈટીંગ પીરિયડ ચાલે છે અને છેક ૨૦૦૪થી લોકો તેના માટે રાહ જોઈને બેઠા છે, તેમ એઆઈઆઈએમએસના નેફ્રોલોજી વિભઆગના પ્રોફેસર અને વડા ડો. એસકે અગરવાલ કહે છે.

કેડેવર લીવર ડોનેશન માટે ભારત પાસે માત્ર ચાર ટકાને પહોંચી વળવાની ક્ષમતા છે. દેશમાં આજે ૨૦૦૦૦માણસોને તેની જરુર છે અને તેમાંથી બે હજાર તો બાળકો છે, તેમ ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના પીડિયાટ્રીક હિપેટોલોજીસ્ટ અને ગ્રુપ મેડિકલ ડિરેક્ટર ડો. અનુપમ સાઈબલ કહે છે. સમગ્ર દુનિયાના તબીબો માને છે કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સારવારનો આખરી તબક્કો છે. હ્રદય, ફેફસાં, લીવર, પેનક્રિયાસ, આંખો, હ્રદયનો વાલ્વ, ત્વચા, હાડકાં, બોનમેરો, કનેક્ટીવ ટીશ્યૂઓ, મધ્ય કાન અને લોહીની નસો મોટાભાગે દાતાઓ અંગદાનમાં આપતા હોય છે. એપોલો હોસ્પિટલના ચીફ યુરોલોજીસ્ટ ડો. જેવી થાચિલના જણાવ્યા પ્રમાણે કેડેવર ઓપરેશન માટે કોઈ પણ હોસ્પિટલને ૨૪ કલાક કામ કરતી લેબોરેટરીની જરુર હોય છે. ટ્રાન્સપ્લાન્ટ માટેની માળખાકીય સુવિધાઓ પણ તેમાં હોવી જોઈએ. 

કલકત્તાના જ્ઞાનોદર્પનના બ્રોયો રોય કહે છે, ‘તેની શરુઆત આમ તો ૧૯૮૫માં કરવામાં આવી હતી પણ અમે લોકો છેલ્લા ૨૬ વર્ષથી આ પ્રકારનાં પ્રત્યારોપણ ઓપરેશન કરીએ છીએ. જો કે, ફેબ્રુઆરીમાં અમે લોકો એક જીવન બચાવી શક્યા નહોતા. અમારા માટે વહીવટીતંત્ર સૌથી મોટો અવરોધ છે. ૧૯૯૪-૯૫માં દેશમાં ટ્રાન્સપ્લાન્ટ એકટ આવ્યો છે અને તેને પશ્ચિમ બંગાળની સરકારે સ્વીકાર્યો છે.

હાલમાં કેડેવર દાનમાં ભારત બહુ પાછળ છે અને દેશમાં આ આંકડો .૦૮ લાખ છે. દેશમાં એક લાખ આંખની જરુર છે પણ તેની સામે માંડ ૩૮૦૦૦ આંખનું દાન થાય છે. એજ રીતે દોઢ લાખ કિડનીની જરુર છે પણ આવે છે માંડ ચાર હજાર જેટલી. ૫૦૦૦૦ લીવરની જરુરિયાત સામે દસ ટકા લોકો દાન કરે છે અને દર વર્ષે પાચ હજાર હ્રદયની સામે ૪૩ હ્રદય દાનમાં આવે છે.

આ લેખને રેટિંગ આપો:
ખરાબ ઉત્તમ    
વર્તમાન રેટિંગ 1.0
Post CommentsPost Comments
અંક તારીખ: જૂન 10, 2012

फोटो
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને