An IIPM Initiative
શુક્રવાર, મે 6, 2016
 
 

બધાની બોલતી બંધ

 

ઓગસ્ત 12, 2011 15:24
 

આગેકૂચ

રંજન સોંઢી

ભારતીય નિશાનેબાજ 

ભારતના સ્ટાર નિશાનેબાજ રંજન સોંઢી
આંતરરાષ્ટ્રીય નિશાનેબાજી ખેલ મહાસંઘ દ્વારા રજૂ કરાયેલી વર્લ્ડ રેન્કિંગ પુરુષોની યાદીમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે. રંજનના હવે ૧૬૦૦ રેટિંગ પોઈન્ટ થઇ ગયા છે. ગયા એક વર્ષ દરમિયાન સાતત્યપૂર્ણ દેખાવ કરીને તે આ મુકામે પહોંચ્યો છે.

મિસ્બા ઉલ હક 

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો નવો કેપ્ટન

પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી ઝિમ્બાબ્વે ટુર માટે મિસ્બા ઉલ હકને
ક્રિક્ેટના ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, વન-ડે, અને ટવેન્ટી-૨૦ મેચો માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન નિયુક્ત કર્યો છે. મિસ્બા ૧૬ સભ્યોની ક્રિકેટ ટીમનું સુકાન સંભાળશે.

 

 

પીછેહઠ

સૌરવ ગાંગુલી  

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી વર્લ્ડ ટુર કર્યા પછી ખાનગી ટુર કંપનીને ચાર લાખ રૂપિયા ન ચૂકવ્યાં. કેસ પટિયાલા હાઉસ વક્ફ ટ્રિબ્યુનલની પાસે લઇ જવાયો. ટ્રિબ્યુનલે ખાનગી કંપનીના પુરાવાને સાચા ઠેરવીને
ગાંગુલીને રૂ. ૪.૧૫ લાખ ૧૨ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે.

જસ્ટિસ દિનાકરણ

સિક્કિમ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ

ભ્રષ્ટાચારના આરોપોમાં મહાભિયોગનો સામનો કરી રહેલા સિક્કિમ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પી.ડી. દિનાકરણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના પર જમીન કબ્જો કરવાનો અને આવકથી વધુ સંપત્તિનો કેસ હતો.

 

 

વાદ-વિવાદ

મનમોહન સિંહ  

વડાપ્રધાન

અમે ભ્રષ્ટાચારના કેસો પર ચર્ચા કરવાથી નથી ડરતાં. અમે દરેક વિષય પર ચર્ચા કરવા સંપૂર્ણ પણે તૈયાર છીએ. અમારી પાસે વિપક્ષીઓની પોલ ખોલનારા ઘણા પુરાવા છે

 

સુષમા સ્વરાજ 

વિપક્ષના નેતા

સરકાર વિભિન્ન બાબતો પર ચર્ચાથી લાંબા સમયથી બચવા ઇચ્છી રહી છે. સરકાર પોતાના ભાથામાંથી તીર કાઢવા માટે આઝાદ છે. જોવાની વાત એ હશે કે કોના ભાથામાં વધુ તીર છે.

 

 

બીએસ યેદિયુરપ્પા   

કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન

પદ છોડવાનો અફસોસ નથી, પરંતુ જે પરિસ્થિતિમાં પાર્ટીએ રાજીનામું આપવાનું કહ્યું તેનાથી દુઃખ થયું

હિના રબ્બાની ખાર
પાક. વિદેશપ્રધાન

સનસનાટીની શોધ કરતાં લોકો દરેક જગ્યાએ હોય છે તેમ છતાં મીડિયાએ આ પ્રકારની હરકતોથી બચવું જોઇએ

 

 

બધાની બોલતી બંધ

ભૂતપૂર્વ ટેલિકોમપ્રધાન એ રાજાએ ટુજી સ્પેકટ્રમ કેસમાં જ્યારથી વડાપ્રધાન મનમોહન સિંહને લપેટ્યાં છે, ભૂતપૂર્વ મંત્રીઓ અને સનદી અધિકારીઓ વચ્ચે એક ગજબની ચૂપકીદી છવાઇ ગઇ છે. ભૂતપૂર્વ પ્રધાન સુષ્મા સ્વરાજથી લઇને અરૂણ શૌરી પણ ચૂપકીદી સેવી રહ્યાં છે. કારણ કે એ સાચું છે કે જેપીસીમાં આ પ્રધાનોના કાર્યકાળના રેકોર્ડ પણ તપાસવામાં આવશે. પરંતુ પ્રણવ દાદાને શું પડી હતી કે સ્પષ્ટતા કરવાના મૂડમાં આવી ગયા. તેમણે તો ત્યાં સુધી કહીં દીધું કે સ્પેકટ્રમ કેસમાં તેમની કોઇ ભૂમિકા નહોતી રહી. કારણ જાણવા મળ્યું કે અંબાણી બંધુઓના કારણે તેમને આ નિવેદન કરવું પડ્યું કારણ કે તેમને ડર છે કે વિપક્ષ સ્પેકટ્રમની બોલી લગાવવાના કેસમાં તેમની ભૂમિકાની તપાસની માગણી કરી શકે છે. તેથી દાદાએ કોઇ આંગળી ચીંધે તે પહેલાં જ પાણી પહેલાં પાળ બાંધી લીધી.

 

અમરસિંહ મુદ્દે મુલાયમ મક્કમ 

મુલાયમ સિંહે જ્યારથી વોટના બદલામાં કેશના કેસમાં અમર સિંહ પ્રત્યે હમદર્દી બતાવી છે તેનાથી સમાજવાદી પાર્ટી જ નહીં પરંતુ તમામ પક્ષોમાં મુલાયમ સિંહની દરિયાદિલીની પ્રશંસા થઇ રહી છે. અમરસિંહને પણ લાગ્યું કે નેતાજી તેમને માફ કરી દેશે એટલે નેતાજી પ્રત્યે તેમનો વ્યવહાર બદલાઇ ગયો છે. તેમણે પોતાની સ્વાભિમાન રેલીનો એક કાર્યક્રમ જાણીજોઇને ઇટાવામાં રાખ્યો. જેનો એ મતલબ હતો કે ભીડને જોઇને કદાચ મુલાયમ સિંહને એવો અંદાજ આવી જાય કે તે લોકો તેના નથી. તેથી તેમણે પૂર્વાંચલથી લોકોને સંદેશ મોકલ્યો કે મોટી સંખ્યામાં આવો. તાકાત તો તેમણે બતાવી દીધી પરંતુ સંદેશની બાબતમાં તેઓ ચૂકી ગયા કારણ કે તેમનું મુલાયમ સિંહ પ્રત્યેનું ફરિયાદી વલણ ન બદલાયું. જે જોઇને મુલાયમ સિંહનું કહેવું છે કે અમર સિંહ પ્રત્યે તેમને સહાનુભૂતિ છે પરંતુ તેઓ તેમને સપામાં પાછા નહીં લે.

 

 જયરામની અડધી જીત

ખેડૂતોની જમીન સંપાદનના કેસમાં સરકાર ચૂપ થઇ ગઇ છે. નવા પ્રધાન જયરામ રમેશ ઇચ્છે છે કે મોનસૂન સત્રમાં આ જમીન હસ્તાંતરણ કાયદો પસાર થઇ જાય. કહેવાય છે કે આ કાયદો રાહુલ ગાંધીના મગજની ઉપજ છે. ક્રેડિટ પણ રાહુલ જ લેવા ઇચ્છે છે. તેથી જ કાયદો લાવતાં પહેલાં રાહુલનો કડક આદેશ છે કે એક્ટ પર તમામ વિપક્ષી દળોનો મત લેવાય. સામાન્ય મત મળી જાય ત્યારબાદ જ ખરડાના મુસદ્દાને સંસદમાં રજૂ કરવામાં આવે. જેથી વિપક્ષો વધુ હંગામો ન ઊભો કરે અને ખરડો પસાર થઇ જાય. હવે આટલી મોટી જવાબદારીની વાત હોય તો જયરામ રમેશનું એક્ટિવ થયાનું પણ દેખાય છે. તેઓ સૌથી પહેલાં કોલકાતા ગયા અને દીદીને સંપૂર્ણ જોગવાઈની જાણકારી આપી. દીદી સહમત પણ થઇ ગયા. જયરામ રમેશને લાગે છે કે તેમણે અડધી જંગ જીતી લીધી છે.

માનસિક સ્થિતિ સારી છે

કલમાડીને જેલમાં રહેવું બહું અઘરું પડી રહ્યું છે. તેમણે પોતાના વકીલની સલાહ માગી કે કયા હેલ્થ ગ્રાઉન્ડ પર તેઓ જેલથી બહાર રહી શકે છે. કલમાડીના વકીલના જુનિયર તેમને મળવા ગયા અને સલાહ આપી કે ડિમનેંશિયા બિમારીથી તેઓ જેલની બહાર નીકળી શકે છે પરંતુ ડિમનેશિયાના તમામ ટેસ્ટ નેગેટિવ નીકળ્યાં. દરમિયાન પુનાના એક ડોક્ટર મિત્રે તેમને કહ્યું કે તેઓ ડિમનેશિયાના ચક્કરમાં ન પડે નહીં તો જમીન-મિલકત થી બેદખલ થઇ જશે. કલમાડીને વાત સમજાઇ ગઇ. એઇમ્સના ડોક્ટરોને તેમણે સામેથી કહ્યું કે તેઓ માનસિક રીતે સ્વસ્થ છે. ત્યારથી તેમણે પોતાના વકીલને સાચી સલાહ આપી કે તેઓ પોતાના જુનિયર વકીલને તેમની આજુબાજુ પણ ફરકવા ન દેતાં, એ તેમને પાગલ જાહેર કરવા પાછળ લાગી ગયો છે.

 

આંતરિક લડાઈ

ભાજપ અને સંઘ વચ્ચેની લડાઇ ખુલ્લીને સામે આવી ગઇ છે. સંઘના એજન્ટ છે ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી અને ભાજપના પુરોગામી લાલકૃષ્ણ અડવાણી તેમની દુશ્મની બહાર કાઢી રહ્યાં છે. જે રીતે અડવાણીને લોકસભામાં વિપક્ષના નેતા પદેથી હટાવાયા તે ઘટનાને હજી સુધી તેવો પચાવી નથી
શક્યા. નીતિન ગડકરીને તેઓ ભાજપ અધ્યક્ષ તરીકે પચાવી નથી શકતાં. શતરંજની રમતમાં જ્યારે લાલજીનું પલડું ભારી પડે છે ત્યારે તેઓ ગડકરીને નીચું દેખાડવાની કોઇ કસર બાકી નથી રાખતાં. યેદુઇરપ્પાના કેસમાં લાલજીએ અનંત કુમારને એવો હુકમનો એક્કો ગણાવ્યો છે કે સંપૂર્ણ બાજી જ ભાજપ માટે ઊંધી પડી. યેદીયુરપ્પા પર ભ્રષ્ટાચારનો આરોપ છે અને ગડકરી તેમને બચાવવા માટે અસમર્થ છે. અડવાણી છાવણી કર્ણાટકના ખેલમાં વિજયી થયાનો અનુભવ કરી રહી છે.

 

સત્તાના સમીકરણ

દિનેશ ત્રિવેદી જ્યારથી રેલવેપ્રધાન  બન્યાં છે ત્યારથી રોજ બનતાં રેલવે અકસ્માતોને લઇને ઘણાં પરેશાન છે. જે પણ અકસ્માતો થઇ રહ્યાં છે તે કોલકાત્તા અને પૂર્વોત્તર રાજ્યોના રસ્તે જતી રેલવેમાં થઇ રહ્યાં છે. ઉતાવળમાં તેમણે જે તપાસ સમિતિ બનાવી છે તેના
એક્સપર્ટ લોકોએ જે સલાહ આપી છે તેનાથી સ્પષ્ટ છે કે તે દુર્ઘટનાની પાછળ રેલવેના ચલનની બાબત વધુ છે. એક્સપર્ટ લોકોનો રિપોર્ટ તે માટે પૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ પર આંગલી ચીંધી રહી છે. દિનેશ ત્રિવેદી ઇચ્છે છે કે, જે બદનામી થઇ રહી છે તેનાથી બચવા માટે ઉપાય એ જ છે કે લાલુ પ્રસાદ યાદવના કાર્યકાળ પર એક શ્વેતપત્ર લાવવામાં આવે. પરંતુ આશ્ચર્યની વાત છે કે પીએમઓથી તેમને આ વિશે આજ્ઞા માગી તો તેમને આમ કરવાની ના પાડી દીધી. કારણ જાણવા મળ્યું છે કે કોંગ્રેસ અને લાલુ યાદવના સંબંધો બદલાઇ ગયા છે.     

 

પ્રમોદ કુમાર

આ લેખને રેટિંગ આપો:
ખરાબ ઉત્તમ    
વર્તમાન રેટિંગ 5.0
Post CommentsPost Comments
અંક તારીખ: જૂન 10, 2012

फोटो
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને